GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ

તારીખ ૨૨/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી અંતર્ગત ૯૪ નગરપાલિકા ના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ની નિયુક્તિ કરવામાં આવી છે. જેમા કાલોલ નગરપાલિકા ના સાત વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ગોધરા તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે કાલોલ મામલતદાર ની નિયુક્તિ કરવામાં આવી છે. તબક્કાવાર ચૂંટણી અંગેના કાર્યક્રમો પ્રસિદ્ધ થતા હોવાથી આગામી દિવસોમાં ચૂંટણી ની તારીખો બહાર પડે તેવી સંભાવના વધી રહી છે.





