તારીખ 31/ 7 /2024 ના રોજ સુરેન્દ્રનગર રતનપર ના સોમનાથ ચોક ની આજુબાજુ વિસ્તારના સામાન્ય ના પરિવારને ઘરે PGVCL દ્વારા દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેના કારણે લોકોના વીજબિલ પાંચ ગણા આવવા લાગ્યા છે જેથી તારીખ 3/ 7/ 2024 ના રોજ લેખિત રજૂઆત કરેલ પરંતુ નિમ્ભર તંત્ર લોકોની ફરિયાદ સાંભળવા તૈયાર ન હોય તેમ કોઈ નિરાકરણ આવ્યું નહીં. તેના અનુસંધાનમાં આજે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી અધિક કલેક્ટર દ્વારા શહેરીજનોને હયાધારણા આપવામાં આવી છે કે કોઈ પણ ગ્રાહકને બળજબરીથી મીટર નહિ લગાવવામાં આવે અને જે ફરિયાદ છે તેનો જલ્દીથી નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું. હવે જોવું રહ્યું કે આ 200 પરિવારને PGVCL ની દાદાગીરીથી કલેક્ટર શ્રી મુક્તિ અપાવે છે કે નહીં તે જોવું રહ્યું.