ARAVALLIGUJARATMODASA

મોડાસા – માઇભક્તોની સેવા અર્થે મોડાસામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન (EMA) દ્વારા ભવ્ય ‘પદયાત્રી વિસામો’ નું આયોજન – 6 દિવસ સતત 24 કલાક ચાલશે વિસામો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – માઇભક્તોની સેવા અર્થે મોડાસામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન (EMA) દ્વારા ભવ્ય ‘પદયાત્રી વિસામો’ નું આયોજન – 6 દિવસ સતત 24 કલાક ચાલશે વિસામો

આરાસુરી જગતજનની માં અંબાના ધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માં અંબેના દર્શનાર્થે જતા અસંખ્ય પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આ પદયાત્રીઓની નિઃસ્વાર્થ સેવા કરવાના પરમ હેતુ સાથે મોડાસાના જાગૃત પત્રકારોની સંસ્થા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન (EMA) દ્વારા એક ભવ્ય ‘પદયાત્રી વિસામો’ (સેવા કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું છે.
૬ દિવસ સુધી સતત ચાલશે સેવા યજ્ઞ: : મોડાસાના શામળાજી રોડ પર આવેલા એટલાન્ટા સિનેમા ખાતે આ વિસામો આગામી ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવાર ના રોજ ભક્તિસભર માહોલમાં ખુલ્લો મૂકવામાં આવશે.
આ સેવા કેમ્પ સતત ૬ દિવસ સુધી રાત-દિવસ કાર્યરત રહેશે અને ૨૨/૦૯/૨૦૨૬, મંગળવાર ના રોજ સેવા યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

શામળાજી માર્ગ પરથી પસાર થતા હજારો પદયાત્રીઓ શારીરિક થાક ઉતારી શકે તે માટે વિસામામાં આરામદાયક ગાદલા-પથારી, ગરમ અને ઠંડા પીણાં, પૌષ્ટિક નાસ્તો તેમજ અને પ્રાથમિક તબીબી સહાયની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. EMA એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા તમામ પદયાત્રીઓને ‘જય અંબે’ ના નાદ સાથે આ સેવાનો લાભ લેવા અને પોતાની પદયાત્રા સુખરૂપ પૂર્ણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!