WAKANER:વાંકાનેરના જી.આર.ડી કર્મચારીઓ અડધી રાત્રે વૃદ્ધ ની મદદે રીક્ષા એન્જિનિયર બન્યા!!!
WAKANER:વાંકાનેરના જી.આર.ડી કર્મચારીઓ અડધી રાત્રે વૃદ્ધ ની મદદે રીક્ષા એન્જિનિયર બન્યા!!!
આરીફ દિવાન વાંકાનેર: પશુ પક્ષી માનવ સેવાનું કાર્ય કરવામાં સૌરાષ્ટ્ર કાઠીયાવાડી પ્રજા એ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી પશુ પક્ષી માનવ ગરીબ દર્દી હોય કે પછી હોય મહિલા બાળક કે પછી વૃદ્ધ ની સેવા કાળજી કાર્ય ઝડપી લેવામાં સેવકોની કોઈ કમી નથી હા આવું જ કાંઈક અડધી રાત્રે વાંકાનેર જી.આર.ડી જવાનોએ માનવતાનું ઉદાહરણ ફરજ ના ભાગે ગામ રક્ષક તરીકેની જે ભૂમિકા સાથે માનવતાની ભૂમિકા ભજવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે અડધી રાત્રે આશરે 11 થી 12:45 વાગ્યા સુધીના આસામમાં વાંકાનેર નજીક કણકોટ ગામે રાજકોટ તરફ જતો હાઇવે પર કોઈ ઓટો સીએનજી રીક્ષા ચાલક વૃદ્ધ ની અચાનક રીક્ષા બંધ પડી હોય જે બંધ પડેલ સીએનજી રીક્ષા ને ટેકનિક ફોર્ટ શોધવામાં જીઆરડી જવાનોને પરસેવો મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીના માહોલમાં પવનના સુસ્વાટા સાથે વળી ગયો પરસેવો ત્યારે થઈ રીક્ષા ચાલુ અને એ રીક્ષા ચાલુ થયા પછી વૃદ્ધના આશીર્વાદ સાથે વધુ આશિષ મેળવવા માટે ભાવતું ભોજન અડ જેવી રાત્રે કરાવી વાંકાનેર થી રાજકોટ જતા તે વૃદ્ધને સીએનજી ઓટો રીક્ષા ચાલુ કરી જી.આર.ડી જવાનો એન્જિનિયર બની ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને તે દાદા વૃદ્ધ ખુશી ખુશી રાજકોટ રવાના થયા હતા જે વાંકાનેર જીઆરડી ટીમ ફરજ ની સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા એન્જિનિયર કામગીરી કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે