GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

કેશોદ ખાતે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” તથા “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર’’ નું આયોજન કરવામાં આવ્યું

કેશોદ ખાતે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” તથા “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર’’ નું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લાના યુવાઓને રોજગાર અને કારકિર્દીને લગત માર્ગદર્શન ઘર આંગણે જ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી સતત કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી જુદી સેવાઓનો લાભ મેળવી શકે છે. જે અંતર્ગત તાજેતરમાં યુ.કે.વાછાણી મહિલા કોલેજ- કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર’’ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમાં વિધાર્થીઓ, તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રોજગાર કાર્ડ તૈયાર થતા જે તે સંસ્થાઓમાં રોજગાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન વિધાર્થીઓના નામ નોંધણી રીન્યુઅલ અને અપડેટેશન વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે, ઔદ્યોગિક ભરતી મેળા, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉસેલીંગ વગેરે વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરાયા હતા. આ નામ નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સેલર શ્રી વી .ટી.પાચાલીયા અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર માટે શ્રી એસ.ડી.યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી શ્રી ડી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!