વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ જુલાઈ : કચ્છ જિલ્લાની ૬૩ ગ્રામ પંચાયતોમા મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રોજગાર દિવસની ઉજવણીમા ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા સામૂહિક કામોની માહિતી વગેરેની વિસ્તૃતમા ચર્ચા કરવામા આવી હતી. રોજગાર દિવસની ઉજવણી માટે સરપંચશ્રી, તલાટીશ્રી અને ગ્રામ રોજગાર સેવક દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએ તમામ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી તથા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પદાધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.