BANASKANTHADEODARGUJARAT

સિઝનનો એક મહિનો ચોમાસુ વહેલુ બેઠતા સતત વરસાદના લીધે બાજરી અને મગફળી નો પાક નિષ્ફળ થતાં સહાય ચૂકવવા માંગ કરી ..

ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું..

  • ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું..

સિઝનનો એક મહિનો ચોમાસુ વહેલુ બેઠતા સતત વરસાદના લીધે બાજરી અને મગફળી નો પાક નિષ્ફળ થતાં સહાય ચૂકવવા માંગ કરી ..

આ વર્ષે ચોમાસુ એક મહિનો વહેલા બેઠતા બાજરી અને મગફળી નો પાક સતત વરસાદને લીધે નિષ્ફળ થતા ખેડૂતોને મો માં આવેલો કોડીયો છીનવાઈ ગયો છે.

જેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી બનાસકાંઠા જિલ્લામાં સત્વરે સર્વે કરી નુકસાન ગ્રસ્ત ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ કરી છે. ચોમાસુ એક મહિનો વહેલું બેસતા ખેડૂતોનો તૈયાર કરેલો બાજરીનો પાક સતત વરસાદના લીધે નષ્ટ થઈ ગયો છે તો બીજી બાજુ મગફળી નો તૈયાર થયેલો પાક બહાર કાઢવા ના સમયે સંપૂર્ણ રીતે નષ્ટ થતાં ખેડૂતોને મોંમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે. વધુમાં બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘ ના જિલ્લા પ્રચારક પ્રમુખ પ્રવીણભાઈ પટેલ જણાવેલ કે જગતનો તાટ કુદરતી આપત્તિ નો વારંવા સામનો કરતો આવ્યો છે ત્યારે ફરી પાછી એક આપત્તિનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમા સરકાર આ આપત્તિ સામે સર્વે કરી નુકસાન ગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવે તો ખેડૂત પોતાના પગ પર ઉભો થઈ શકે તેમ છે.

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

 

Back to top button
error: Content is protected !!