KALOL(Panchamahal)PANCHMAHAL

મજૂર અદાલતમાં યોજાયેલ લોક અદાલતમાં ૧૪૯ જેટલા કેસો મૂકવામાં આવેલ જે પૈકી ૧૪૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યા

તારીખ ૧૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લા લેબર લોજ પ્રેક્ટિસ એસોસિયેશનના પ્રમુખ એ એસ ભોઈ એક અખબારી યાદીમાં જણાવે છે કે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલ મજૂર અદાલતમાં તારીખ ૧૧/૨/૨૩ ના રોજ ન્યુ દિલ્હી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ના આદેશથી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ઔદ્યોગિક ન્યાય પંચ ના માર્ગદર્શન હેઠળ ગોધરા મજુર અદાલતના ન્યાયાધીશ હિતેશકુમાર એ. મકા ની સીધી દેખરેખ હેઠળ લોક અદાલત આયોજન કરવામાં આવેલ જેમાં ઔદ્યોગિક વિવાદ ધારા હેઠળના કુલ ૧૩૬ મૂકવામાં તેમજ ૧૦ જેટલા ક્રિમિનલ કેસ મૂકવામાં આવતા કુલ૧૪૬ કેશોનો નિકાલ કરવામાં આવેલ છે જે પૈકી આઈડી એક્ટ ના ૧૩૬ કેસોમાં રૂપિયા ૩૮,૩૦,૨૧૫ તથા૧૦ ક્રિમિનલ કેસમાં રૂપિયા ૧,૨૭,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ લોક અદાલત ને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિયેશનના અધ્યક્ષ જે કે વેદ મંત્રી અરવિંદભાઈ પરમાર સહમંત્રી ટી બી પરમાર તેમજ એડવોકેટ સીતેશ એ ભોઈ વૈભવ આઈ ભોઈ અને લેબરકોટ ગોધરાના અધિક્ષક તેમજ તમામ સ્ટાફના કર્મચારી ભાઈ બહેનોએ ખડે પગે રહી આ લોક અદાલત સફળ બનાવી છે ન જીત કે ન હાર નું સૂત્ર સફળ બનાવેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!