કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળાઓ મા પ્રવેશોત્સવ યોજાયો.મોકળ ગામે ધારાસભ્યે પ્રવેશ કરાવ્યો

તારીખ ૨૭/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ કાલોલ તથા ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીનીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ તરીકે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા તેમજ સી.આર.સી. કો.ઓ. કલ્પેશભાઈ માછી હાજર રહ્યા હતા. કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશકુમાર ગાંધી,ઉપપ્રમુખ જયંતકુમાર મહેતા, મંત્રી વિરેન્દ્રકુમાર મહેતા, સહમંત્રી યોગેશકુમાર મહેતા અને ખજાનચી મનોજકુમાર પરીખ, સીબી ગર્લ્સ શાળાના ઇન્ચાર્જ આચાર્ય નારણભાઈ પટેલ તથા ધી એમજીએસ હાઈસ્કુલ ના કે પી પટેલ અને શાળા સ્ટાફ સહિત પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક કરી પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો અને પ્રથમ ક્રમાંક ધરાવતી વિદ્યાર્થીનીઓને પુસ્તક તેમજ પેન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં યોજાતી વિવિધ બાહ્ય પરીક્ષાઓ જેવી કે N.M.M.S, જ્ઞાન સાધના અને C.E.T પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ ખુશી કે દ્વારા ”વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી વિરેન્દ્રકુમાર મહેતા અને સી.આર.સી કો.ઓ. કલ્પેશભાઈ માછી દ્વારા ગુણોત્સવમાં A ગ્રેડ મેળવવા બદલ શાળાના આચાર્ય અને શાળાના સમગ્ર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી.મોકળ ગામે ફ્તેસિંહ ચૌહાણ દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગુરુવારે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં ધોરણ નવ માં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે ધોરણ 9 અને 10 માં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યા, કાલોલ તાલુકા બીઆરસી દિનેશભાઈ પરમાર ,લાઇઝન તરીકે કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ ઠાકર તથા શાળા સંચાલક મંડળમાથી ઉપપ્રમુખ હરીશભાઈ ઉપાધ્યાય તથા મંત્રી હર્ષદભાઈ જોશી,તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌ મહાનુભાવો દ્વારા પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવા, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા જણાવવામાં આવ્યું.કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.






