BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ઈ.વી.ડોકટર ઈલેક્ટ્રીક વ્હીકલ વાહન શો રૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું

2 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ઈ.વી.ડોકટર ઈલેક્ટ્રીક વ્હીકલ વાહન શો રૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું.આજના આધુનિક યુગમાં અને હવામાં થઈ રહેલા કાર્બનિક ઈંધણના કારણે જનજીવનને વ્યાપક અસર થતી જોવા મળે છે જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ બાબતે પાલનપુર ખાતે પ્રજાજનોમાં પણ ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ વધતો જોવા મળેલ છે. જેના અનુસંધાને ડીસા હાઇવે રોડ,ઓશિયા મોલની બાજુમાં, ઈવી (EV Doctor) ડોક્ટર ઈલેક્ટ્રીક સ્કૂટર લિથિયમ બેટરી સાથે ના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ના ભવ્ય શો રૂમનું ઈવી ડોક્ટર ટીમ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલનપુર ના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે પણ વિશેષ હાજરી આપેલ હતી તેમજ આ પ્રસંગે બહોળી સંખ્યામાં સ્નેહી સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.





