GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી રમજાન નો પવિત્ર મહિનો હોવા છતાં ગ્રામ પંચાયત સાફ સફાઈ કરાવવામાં નિષ્ફળ.

 

તારીખ ૦૨/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર દેશમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો રમજાન નો ચાલી રહયો છે જેમાં મુસલમાનો પવિત્ર રમજાન ના મહિના માં સાફ સફાઈ ની સાથે રોજા રાખી આખો મહિનો ખુદા ની ઈબાદત કરે છે અને મુસ્લિમ સમુદાય ના લોકો રમજાન માસ શરૂ થાય તે પહેલાં પવિત્ર રમજાન ની ખુશી માં આખા ઘરની સાફ સફાઈ કરે છે અને પવિત્ર રમજાન માસ ની અગાઉ થી પુરજોશમાં તૈયારીઓ કરે છે ત્યારે કાલોલ તાલુકા ના વેજલપુર ગ્રામ પંચાયત ગામમાં સાફ સફાઈ માં નિષ્ફળ ગયેલ છે ગામમા ઠેરઠેર ભયંકર ગંદકી ના ઠગલા જોવા મળે છે પવિત્ર રમજાન માસ હોવા છતાં વેજલપુર ગ્રામ પંચાયત સાફ સફાઈ ન થતા મુસ્લિમ સમાજ ના લોકો માં ભારે નારાજગી જોવા મળી ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ની લાખો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવે છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત માત્ર કાગળો ઉપર સફાઈ કરતી હોય તેવું લાગી રહયુ છે અને ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ તેની તપાસ પણ કરતી નથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ના પાપે વેજલપુર ગામની ભોળી પ્રજાને ગંદકી સામનો કરવો પડે છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ને છૂટો દોર આપી દીધો હોવાથી સ્વચ્છતાની ગ્રાન્ટો બારોબાર સગેવગે કરતા હોવાનું લાગી રહયુ જેના કારણે વેજલપુર ગ્રામજનો પાયા ની સુવિધાઓ વંચિત રેહતા હોય છે વેજલપુર ગામમાં ભયંકર ગંદકી ના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દેહસત સતાવી રહી છે જેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારી સમજી વેજલપુર ગામની મુલાકાત લઈ આખા ગામમાં સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવી આખા ગામને સ્વચ્છ અને સુંદર બનાવશે ખરા કે પછી જેસા થા વેસા હી ચલતા રહેગા તે આવનારો સમયજ બતાવશે .ઉચ્ચ અધિકારીઓ વેજલપુર ગ્રામ પંચાયત ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટો ની તપાસ કરશે ખરા.?

Back to top button
error: Content is protected !!