
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામે ચાર મકાન ધરાશય થયાના બે દિવસ પછી પણ તંત્રએ મુલાકાત ના લીધી
હાલ ચોમાસાની સીઝન ચાલુ છે અને હવામાન વિભાગની આગાહી ને પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં બે દિવસ વધુ ખાબકેલા વરસાદ ને કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઠેળ ઠેળ તારાજી સર્જાઈ હતી.કાચા મકાન પણ ધરાશય થયાં હતા
મેઘરજ તાલુકામાં પણ બે દિવસ પહેલા ખાબકેલા 8 ઇંચ વરસાદ ને કારણે તારાજી સર્જાઈ હતી અને કાચા મકાનો ને નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો જેમાં તાલુકાના 40 જેટલા કાચા મકાન ધરાશય થયા હતા અને પરિવાર ને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મેઘરજ ના કુણોલ પંચાયત ના કુણોલ લાલપુર ગામે પણ વરસાદને કારણે કાચા મકાન ને નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો જેમાં લાલપુર ગામે ચાર જેટલા કાચા મકાન ધરાશય થયાં હતા ઘટના ના બે દિવસ થવા આવ્યા છતાં મેઘરજ તાલુકાના વિભાગ ના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈજ સ્થળ તપાસ કરવામાં આવી નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી ત્યારે શું આ આફત વચ્ચે પણ તંત્ર હજુ અજાણ છે.અસરગ્રસ્ત લોકોની મદદ માટે પણ રાહ જોવી પડશે કે શું..?





