GUJARATMODASA

શ્રી એમ. એલ.ગાંધી સંચાલીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી ના નામકરણ માટે રૂપિયા 21 લાખનું માતબર યોગદાન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શ્રી એમ. એલ.ગાંધી સંચાલીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી ના નામકરણ માટે રૂપિયા 21 લાખનું માતબર યોગદાન

માઁ અંબિકા ચંડિકા કાલિકા ધામ કિલ્લા પારનેરા વલસાડ જિલ્લાના વતની હાલ શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અનુસ્નાતક કાર્યવાહ અધ્યાપક ડૉ. મનોજ પી. ગોંગીવાલા એ ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી ના નામાભિધાન માટે પોતાની માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા ના નામે રૂ. 21 લાખનું દાન નો ચેક મંડળ ના આદરણીય પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ તથા ઉપસ્થિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાની કર્મભૂમિનું ઋણ ચૂકવવા ના શુભ ભાવથી ગુરુવાર છઠ્ઠું ચૈત્રી નવરાત્રી ના દિને મંડળના પ્રમુખ ને અર્પણ કર્યો. આ સમર્પણમાં સાયન્સ કોલેજના પ્રભારી મંત્રી સુભાષભાઈ એમ.શાહ એ જરૂરી માર્ગદર્શન આપ્યું.

Back to top button
error: Content is protected !!