રાજુલા વિસ્તારના ખેડૂતોને ટ્રેલર રી પાસિંગ માં ટેકસ માફ કરવા માંગ
ખેડૂતો દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆત..
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા વિસ્તારના ખેડૂતોને ટ્રેલર રી પાસિંગ માં ટેકસ માફ કરવા માંગ
ખેડૂતો દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆત..
રાજુલા વિસ્તારના ખેડૂતોને ખેતીના ઉપયોગમાં વપરાતા ટ્રેક્ટરના ટ્રેલર નારી પાસિંગ માટે આપવામાં આવે તેવી ખેડૂતોની રજૂઆત છે આ બાબતે રજૂઆત કરવામાં પણ આવી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને આપણા ગુજરાત રાજ્યમાં પણ મોટાભાગના ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકારશ્રી દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે નવા સાધનો વસાવા માટે સબસીડી પણ આપવામાં આવે છે જેમાં હવેથી સરકારશ્રી દ્વારા ટ્રેક્ટરના ટ્રેલરની ખરીદી કરવા માટે પણ સબસીડી ની જાહેરાત કરવામાં આવેલ છે ઘણા સમયથી નવા ટ્રેક્ટરની ટ્રેલર ટ્રોલીનું આરટીઓ રજીસ્ટ્રેશન થતું નથી અને આ ટ્રેલરને બે વર્ષે રીપાસીંગ કરાવવાનું હોય છે સમય મર્યાદામાં રી પાસિંગ ન કરે તો ₹50 પેનલ્ટી લગાવવામાં આવે છે ટ્રેક્ટર માં સરકારશ્રી દ્વારા ટેક્સની માફી આપવામાં આવે છે 15 વર્ષે હરિ પાસેની સમય મર્યાદા છે આ ટ્રેક્ટરની રી પાસિંગમાં ટેક્સ માફી આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે ત્યારે આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે