BANASKANTHADEODARGUJARAT

માણસોને તો બધા ખવડાવે, પરંતુ નિરાધાર કૂતરાઓને કોણ ખવડાવે?

કુંવારવા આશ્રમની સમગ્ર ગામમાં કરુણાસેવા – પ.પૂ. સદગુરુદેવની અનોખી પહેલ

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

L

આ માનવતાભર્યા વિચાર સાથે પ.પૂ.સદગુરુદેવશ્રી કરુણાનંદજી મહારાજની પ્રેરણાથી શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન, કુંવારવા આશ્રમ દ્વારા સમગ્ર કુંવારવા ગામમાં નિરાધાર કૂતરાઓ માટે રોટલા નાખવાની સેવાકીય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

 

આ સેવાકીય કાર્ય અંતર્ગત કુંવારવા આશ્રમ તરફથી કુંવારવા ગામના વિવિધ વિસ્તારોમાં કૂતરાઓને ખાવા માટે ચાટ મૂકવામાં આવી છે. તેમજ કૂતરાઓને આપવામાં આવતાં રોટલા રોજ આશ્રમમાંથી જ તૈયાર કરીને નિયમિત રીતે આપવામાં આવશે. સેવાની શરૂઆતના પ્રથમ દિવસે આશ્રમ તરફથી સ્નેહપૂર્વક કૂતરાઓને સીરોઠ આપી આ કરુણાસેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.

 

આ પહેલ પાછળનો હેતુ માત્ર આહાર પૂરતો નથી, પરંતુ જે બોલી શકતા નથી એવા જીવ પ્રત્યે પણ સંવેદના રાખવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. પૂજ્ય ગુરુદેવ હંમેશા માનવ ઉપરાંત પ્રાણીમાત્ર પ્રત્યે પણ પ્રેમ, દયા અને સહઅસ્તિત્વની ભાવનાને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.

 

ગામના નાગરિકોમાં આ પહેલને લઈને સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. આ સેવાકીય કાર્ય સમાજમાં માનવતા, સંવેદના, સહાનુભૂતિ અને સહજીવનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે તથા ગ્રામજનોમાં પ્રાણીપ્રેમના સંસ્કારોને વિકસાવતી પ.પૂ.સદગુરુદેવશ્રી કરુણાનંદજી મહારાજની અનોખી અને પ્રેરણાદાયી પહેલ બની છે.

Back to top button
error: Content is protected !!