GUJARATJUNAGADHJUNAGADH RURAL

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે EVM- VVPATની કમિશનિંગનો પ્રારંભ

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે EVM- VVPATની કમિશનિંગનો પ્રારંભ

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઈવીએમ કમિશનિંગ એટલે કે, EVM – VVPAT ને મતદાન પ્રક્રિયા માટે સુસજ્જ કરવાની કામગીરીનો પ્રારંભ થયો છે.વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રાંત અને ચૂંટણી અધિકારીશ્રી સી.પી. હિરવાણીયા, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પુરોહિત, હરીફ ઉમેદવારોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પંચના આધિકૃત ૨ ઈજનેરશ્રીઓ અને માસ્ટર ટ્રેનરની સહાયતાથી EVM- VVPATની કમિશનિંગ શરૂ કરવામાં આવી છે. જે સંભવત તા.૧૪-૦૬-૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે.ઇવીએમ કમિશનિંગને સરળ ભાષામાં જાણીએ તો, મતદાન કરવા માટે EVM- VVPATને સુસજ્જ કરવા. જેમાં બેલેટ યુનિટમાં બેલેટ પેપર સેટ કરવામાં આવે છે ઉપરાંત ઇવીએમમાં બેટરી સેટ કરવી, ઇવીએમ અને VVPATમાં એડ્રેસ ટેગ લગાડવા, સાથે જ પિંક પેપર સીલ લગાડવું વગેરે પારદર્શક રીતે કમિશનિંગની કામગીરી કરવામાં આવે છે.આ સમગ્ર કામગીરી ચૂંટણી અધિકારીની દેખરેખ અને વિડીયોગ્રાફી હેઠળ કરવામાં આવે છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જળવાઈ રહે.EVM- VVPAT મતદાન માટે સુસજ્જ કરાયા બાદ હરીફ ઉમેદવારોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે દરેક એવીએમમાં મોકપોલ કરવામાં આવે છે. એટલે કે, પ્રત્યેક EVM- VVPAT દ્વારા વોટ નાખી ચેક કરવામાં આવે છે. ઉપરાંત કુલ ઇવીએમના ૫ ટકા ઇવીએમમાં ૧૦૦૦ મતો નાખીને જરૂરી ખરાઈ કરવામાં આવે છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!