બનાસકાંઠા જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નો ઉત્કૃષ્ટ દેખાવ

26 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નો ઉત્કૃષ્ટ દેખાવ.
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા તારીખ 25/8/2026 ના રોજ આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે યોજાઈ ગઈ.જેમાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા શાળાની અંડર 19, અંડર 17 અને અંડર 14 વય ગ્રુપમાં કુલ 12 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ.જેમાં અંડર 19
ચૌધરી મિત્તલ બી – પ્રથમ અંડર 17 માં
ચૌધરી ભાવના કે – પ્રથમ
આ ઉપરાંત
1 મોરસીયા હીના
2 દામેચા પાયલ
3 સુથાર વર્ષા under 19 વય ગ્રુપમાં સમગ્ર સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમે રહેલ.
તેમજ અંડર 14 માં
ચૌધરી નયના પી – દ્વિતીય
અને અંડર 17 માં
1 રાવળ રવિના પી – તૃતીય
2 વાઘેલા પાયલ પી – તૃતીય
3 ચૌધરી દેવિકા એચ – તૃતીય સ્થાને રહી શાળાને ગૌરવ આપાવેલ છે.
વિજેતા તમામ બહેનો અને માર્ગદર્શક વ્યાયામ શિક્ષક શ્રી પરેશકુમાર બી.રાવલ અને ટીમ મેનેજર શ્રીમતી ટી.એ પટેલ ને શાળાના આચાર્યશ્રી કે.પી રાજપુત સાહેબ તેમજ તમામ સ્ટાફ ગણોએ અભિનંદન પાઠવેલ.



