GUJARATSINORVADODARA

ફૈઝ ખત્રી…શિનોર


ફૈઝ ખત્રી…શિનોર
તંત્ર દ્વારા પોઇચા બ્રિજ ની હાલત જોતા આ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવા નો પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં આ પરિપત્ર ની ઐસી તૈસી જોવા મળી હતી…
મીડિયા અહેવાલ બાદ.રાજપીપળા કલેક્ટર ના આદેશ મુજબ પોઇચા બ્રિજ બંધ કરાયો..અને પોલીસ પોઇન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો જેથી ભારદારી વાહન બ્રિજ પરથી જાય ના..
તેમજ આજે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા રંગશેતુ પોઇચા બ્રિજ ની મુલાકાત લીધી હતી. પરિપત્ર હોવા છતાં ગતરોજ અધિકારીઓ દ્વારા પોઇચા બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કર્યો ન હતો …
ગતરોજ મીડિયા માં સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેને લઈ તંત્ર સફાળુ જાગ્યું હતું.અને પોઇચા બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર બંધ કરાઈ હતી…પરિપત્ર મુજબ પોઇચા રંગસેતુ બ્રિજ ની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ ભારદારી વાહનો માટે ખુલ્લો મુકાશે
.વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લા ને જોડતો રંગસેતુ બ્રિજ ભરદારી વાહનો માટે બંધ કરાયો હોવાનો તંત્રનો પરિપત્ર જાહેર કરાયો હતો .કોઈ મોટી ઘટના ન બને એના પહેલા ઊંઘતા તંત્ર ની આંખો ખોલવા બદલ લોકો દ્વારા તમામ ન્યૂઝ ચેનલ નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!