GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ તરીકે પ્રમોશન મેળવનાર મનીષભાઈ પરમાર નો વિદાય સમારોહ યોજાયો

 

તારીખ ૦૫/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર ખાતાકીય પરીક્ષા પાસ કરતા તેઓને પીએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યુ હતુ તેઓનું પ્રથમ પોસ્ટિગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે ત્યારે કાલોલ પોલીસ મથકે સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને નવા આવેલ પીએસઆઈ પીયૂષ ક્રિશ્ચ્યન થતા ગ્રામજનો અને મીડિયા તથા પ્રમોશન મેળવતા મનીષભાઈ ના પરીવારજનો અને સગા સંબંધીઓ ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો જેમા તેઓની કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ એએસઆઈ તરીકે ની કામગીરી બિરદાવી તેઓને બઢતી મળતા શુભેચ્છાઓ પાઠવી પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું અને ખુબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી.પોલીસ સ્ટાફ અને મિડીયા દ્વારા પુષ્પ ગુચ્છ આપી ભાવભીની વિદાય આપી. મનીષભાઈ એ કાલોલ અને પંચમહાલ જિલ્લાના નોકરી દરમ્યાન ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન એએસઆઈ ભાવેશભાઇ દ્વારા કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!