GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં પીએસઆઈ બી.બી કાતરિયા નો વિદાય સમારોહ યોજાયો.

 

તારીખ ૨૭/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ભાવેશભાઈ બી કાતરિયા ની સુરત શહેરમાં બદલી થતા કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો હતો હર્ષોલ્લાસભર વાતાવરણ વચ્ચે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આર ડી ભરવાડ ની અધ્યક્ષતામાં યોજાએલ વિદાય સમારોહ મા પીએસઆઇ એલ એ પરમાર તથા પીએસઆઇ પી કે ક્રિશ્ચિયન તેમજ કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ડાયસ પર હાજર રહ્યા હતા પોલીસ.સ્ટેશનના સ્ટાફ તથા કાલોલ નગરપાલીકા કાઉન્સિલરો તેમજ આગેવાનો અને ગ્રામજનો અને મીડિયા ની ઉપસ્થિતિમાં પીઆઇ આર ડી ભરવાડ દ્વારા શાલ ઓઢાડી સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યુ લગભગ છ વર્ષ થી કાલોલ પોલીસ મથકે ફરજ બજાવી રહેલા તેમના ભાવેશભાઈ એએસઆઈ તરીકે સીધી ભરતી થી કાલોલ હાજર થયા હતા અને તાજેતરમાં ખાતાકીય પરીક્ષા પાસ કરી પીએસઆઇ બન્યા હતા. તેઓના કાર્યકાળ દરમિયાન કાલોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં તેમજ કોરોના ના કપરા કાળમાં તેમણે નોંધપાત્ર સેવાઓ આપ્યાની પ્રશંસા પીઆઇ તેમજ સહકર્મીઓ દ્વારા અને ગણમાન્ય નગરજનો અને મીડિયા કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી.સમારોહ દરમિયાન સહકર્મીઓએ કાતરિયા સાથેના અનુભવો, તેમની કાર્યનિષ્ઠા અને શિસ્તબદ્ધ કામગીરીની પ્રશંસા કરી હતી. અંતે તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. પોતાની ફરજ દરમ્યાન ના સ્મરણો વાગોળી ભાવેશભાઈ એ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો અગ્રણીઓ દ્વારા તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!