GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાદવીયા પ્રા.શાળાના શિક્ષક નો વિદાય સમારોહ યોજાયો.સાંસદ રાજપાલસિંહે શુભેચ્છા આપી શાળાના ચાર નવા ઓરડાનું લોકાર્પણ કર્યું.

તારીખ ૧૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાદવીયા ખાતે કાદવીયા પ્રાથમિક શાળાના શિક્ષક છત્રાભાઈ ભયજીભાઈ પટેલના વયનિવૃતિ સન્માન સમારોહ સાથે પ્રાથમિક શાળાના નવનિર્મિત ચાર ઓરડાઓ લોકાર્પણ કાર્યક્રમ સાંસદ રાજપાલસિંહ જાદવ ની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં માં સરસ્વતી પ્રતિમા મૂકી દીપ પ્રાગટય વંદના કરીને કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરવામાં આવ્યું હતું જ્યાં સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ઉપસ્થિત રહી નિવૃત્ત થતા શિક્ષક છત્રાભાઈ ભયજીભાઈ પટેલના સુખમય નિવૃતિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ આ પ્રસંગે શાળાના નવનિર્મિત ચાર ઓરડાઓ નું સાંસદ દ્વારા લોકાર્પણ કર્યું હતું.







