
તા.૦૧.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશનના PI કે. એસ. દેસાઈ ની બદલી થતા રેલ્વે પોલીસ દ્વારા વિદાઈ સંભારભ કાર્યક્રમ યોજાયો
દાહોદ રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના પી.આઈ.(કે.એસ.દેસાઈ ની બદલી દાહોદથી ભરૂચ થતા રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાઈ સંભારભ યોજવામાં આવ્યું.દાહોદના રાજકીય રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે સાત મહીંનાની ફરજ દરમિયાન પી.આઈ.કે.એસ.દેસાઈ એ.દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી વધાવી હતી સાથે ટ્રેનોમાં થતી ચોરીઓમાં વધુ ધ્યાન આપી એ કેસો સોલ કરી મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલ સર સામાન રિકવર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુપરત કરવામાં આવ્યા હતા.જેમાં એવાં પી.આઈ.કે.એસ.દેસાઈ ની બદલી દાહોદ થી ભરૂચ થતા રાજકીય પોલીસ સ્ટેશનના તનામ સ્ટાફ તેમજ આર.પી.એફ દ્વારા શુભેચ્છાઓ આપી વિદાઈ આપવામાં આવી હતી.





