GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

તુલસીશ્યામ મંદિરથી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા યોજીત “કિશાન સંકલ્પ યાત્રા”નો શુભારંભ

તા.19/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ભગવાન સુંદર શ્યામ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શિશ નમાવી રાજુભાઈ કરપડા હસ્તે તુલસીશ્યામ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કિશાન સંકલ્પ યાત્રા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સર્વે સમાજના લોકો ખેડૂતો એ ખાસ હાજરી આપી હતી જેમાં પ્રથમ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા કરપડાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સર્વે સમાજના આગેવાનો જેમાં આહિર સમાજ, ગઢવી સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ, કારડીયા રાજપૂત સમાજ, માલધારી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ સહિતનાઓએ રાજુભાઈ કરપડાને ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બલરામજીનો ફોટો, ખેડૂતો નું પ્રતિક હળ, ગાડું,અને શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સંતો મહંતો દ્વારા આશિર્વચન પાઠવ્યા હતા
ખાસ ગીરમાં જંગલ વિસ્તારમાં પ્રથમ વખત ખેડૂતોની “કિશાન સંકલ્પ યાત્રા” નું આયોજન ખરેખર કઠીન કાર્ય હોય છે ત્યારે ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે ખેડૂતો કરપડાની હાંકલ ઉપર ગમે તે જગ્યાએ એકઠા થ‌ઈ શકે છે તે સાબિત કરી કિશાન શક્તિ બતાવી ચુક્યા છે હવે અહીંથી આગળ અનેક સ્થળોએ રેલી જશે અને અનેક સભાઓ ખેડૂતો માટે સંબોધન રાજુભાઈ કરપડા કરશે ગુજરાતના ઈતિહાસ માં પ્રથમવાર બિનરાજકીય ખેડૂતો માટેની લડતમાં સૌરાષ્ટ્રમાં “કિશાન સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોની શક્તિ અને તાકાત જોવા મળી રહી છે ખેડૂતોના ખાસ પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા અને સાથે નોંધ લેખિત કરવામાં આવશે અને સરકાર સામે આ બાબતે ટુંક સમયમાં આ તમામ પ્રશ્નોને લ‌ઈ મોટું આંદોલન શરૂ થશે….!!

Back to top button
error: Content is protected !!