ગોધરાની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ ખાતે ખેડૂત તાલીમ તેમજ એક્સપોઝર મુલાકાત કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરામાં આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઈનર્સ ટ્રેઈનીંગ ઓન એગ્રિકલ્ચરલ એંજિનિયરિંગ બેજ્ડ ઇન્ટરવેનશન્સ ” યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગ અને “આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, દેવગઢબારિયાના સંયુકત ઉપક્રમે “પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની ખેતીમાં ઉપયોગીતા” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ તેમજ કોલેજના રિન્યુએબલ એનર્જી એંન્જીનિયરિંગ વિભાગની એકસ્પોઝર મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો.
આ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, ગોધરાના આચાર્ય અને વિધ્યાશાખાઅધ્યક્ષશ્રી ડૉ.આર.સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તેમજ વિભાગીય વડાશ્રી (આર.ઈ.ઈ.) ડૉ. ડી.કે.વ્યાસ દ્વારા તાલીમાર્થીઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી, ખેડૂત તેની આવક કેવી રીતે વધારી શકે તે અંગે અને બાયોગેસ ટેક્નોલૉજીએ વધતી જતી ઉર્જાને પહોંચી વળવા માટે સૌથી યોગ્ય વિકલ્પ તેમજ ઘરોમાં પ્રકાશ, સિંચાઇ અને નાના ઉદ્યોગો માટે પણ બાયોગેસની ઉપયોગિતાથી માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ૪૦ જેટલા ખેડૂત ભાઈઓ તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.