GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

તા.18/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રાત્રિ દરમિયાન દીપડાના આટા ફેરા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના માંડવ વનવિસ્તાર જેમાં ચોટીલા થાનગઢ સહિતના આજુબાજુના વિસ્તારોમાં દીપડા સતત દેખા દેતા હોય છે જેને લઈને લોકો ભયમાં પણ મુકાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં દિપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જોકે આ મુદ્દે વન વિભાગને ગ્રામજનો દ્વારા લોકેશન આપવામાં આવ્યું છે અને લાઈવ દીપડાના ફૂટેજ પણ રજુ કરવામાં આવ્યા છે જેમાં દિપડો સોનગઢ ગામની સીમમાં શાંતિથી આરામ ફરમાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને રાત્રી દરમિયાનનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મુદ્દે ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી છે જોકે સ્થાનિક લોકો દ્વારા માન કરવામાં આવી છે કે આ દીપડો તાત્કાલિક પાંજરે પુરવામાં આવે અને રેસ્ક્યુ કરી અન્ય જગ્યાઓ ઉપર તેને સલામત રીતે ખસેડવામાં આવે હાલના તબક્કામાં સોનગઢ ગામે રાત્રી દરમિયાન દીપડાએ દેખા દીધી હોવાના કારણે માલધારીઓ તેમજ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાઇ જવા પામ્યો છે જોકે ફોરેસ્ટ વિભાગ દ્વારા પિંજરાઓ મૂકી અને આ દીપડો પુરવાની કવાયત હાલ શરૂ કરવામાં આવી છે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર વારંવાર દીપડાઓ દેખાડે છે ત્યારે ફોરેસ્ટ વિભાગ પાસે પણ દિપડો પકડવાના પૂરતા સાધનો ન હોવાના કારણે વારંવાર દીપડાઓ છટકી જાય છે અને પકડાતા નથી અને તેના રેસક્યુ પણ નથી થતા ત્યારે સ્થાનિક લોકોએ આ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે અને માલધારીઓના માલ ઢોરનો જીવ જાય અથવા કોઈની જિંદગી જોખમમાં મુકાય તે પહેલા દીપડાને પાંજરે પૂરી અને યોગ્ય રીતે રેસ્ક્યુ કરવાની માંગ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!