GUJARATLIMBADISURENDRANAGARWADHAWAN

લીંબડી ખાતે નાગરિક પુરવઠા નિગમ ખાતે વેચાણ કરવા તમામ ખેડૂતોનો બાજરો રીજેકટ કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો.

તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીંબડીમા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા રૂ. 585ના ટેકાના ભાવે બાજરાની ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના 15 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે બાજરાનું વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું વઢવાણમાં ખરીદી માટે સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ આકસ્મિક સંજોગોને કારણે ખરીદીનું સેન્ટર લીંબડી કરવામાં આવ્યું હતું તા.11 જૂને ખેડૂતોને ટેકાના ભાવે બાજરો વેચાણ કરવા લીંબડી અનાજના ગોડાઉન ખાતે બોલાવવામાં આવ્યા હતા વઢવાણ તાલુકાના રામપરા ગામના 7 ધરતીપુત્રો ટ્રેક્ટરમાં બાજરો ભરી લીંબડી આવ્યા હતા પરંતુ ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોએ લાવેલા બાજરાને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ ખેડૂતો રોષે ભરાયા હતા આ અંગે સંજયકુમાર દલસુખભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામના ખેડૂતો 7થી 8 ટ્રેક્ટરમાં બાજરો ભરીને સવારે લીંબડી આવ્યા હતા બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી ખરીદી કરવા આવ્યા નહોતા બપોરે અધિકારી આવ્યા, બાજરાની ક્વોલિટી યોગ્ય નથી તેવું બહાનું કાઢીને ખરીદી કરી નહોતી પોણો દિવસ ભૂખ્યા રહ્યા બાજરો વેચાયો નહીં દિ’ બગડ્યો, ખર્ચો થયો ઈ નોખો! અમે બીજા ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે વાહનોમાં બાજરો ભરી વેચાણ કરવા આવશો નહીં! પહેલાં બાજરાનો નમૂનો લઈને સેન્ટરે જજો જો નમૂનો પાસ થાય તો બાજરો વહેંચવા જશો આમને જે ખરીદી કરવા નિયમો નક્કી કર્યા છે એ મુજબનો બાજરો આપડા જિલ્લામાં હોય એવું અમને નથી લાગતું! આ અંગે બાજરાની ખરીદી માટે નિયુક્ત કરાયેલા ગ્રેડર દિગ્વિજયસિંહ જાદવે જણાવ્યું હતું કે રામપરા ગામના ખેડૂતોએ લાવેલો બાજરો પેરામીટરમાં પાસ થયો નથી માટે અમે ખરીદી કરી નથી.

Back to top button
error: Content is protected !!