GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના રાબોડ ગામે મલાવ ક્ષત્રિય યુવક મંડળના માઈ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરાયું

તારીખ ૦૮/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ગામેથી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા માં અંબાનો સંઘ લઈ ને જાય છે ત્યારે છેલ્લા દસ વર્ષથી રાબોડ ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે ત્યારે માં અંબાના સંઘ સાથે મલાવ થી નીકળી રાબોડ ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તો માટે કાલોલ તાલુકાના રાબોડ ગામે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ નીલેશભાઈ પટેલ ડેપ્યુટી સરપચ સંજયભાઈ પારેખ અને પ્રણવભાઈ પટેલ દ્વારા મહાપ્રસાદી રાખવામાં આવેલ હતી જેમાં ૫૦૦ જેટલા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો એ મહાપ્રસાદી નો લાહો લીધો હતો સંજયભાઈ ના ઘરે માં અંબાની પૂજા અર્ચના આરતી કરી ત્યાંથી ૧૦૦ જેટલા ભાવિ ભક્તો બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયા હતા.





