DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – લોકોને શિક્ષીત કરવામાં પોતાનું આખુ જીવન સેવા માં સમર્પિત કરનાર ફાધર બેરેચી નું નિધન.

ડેડીયાપાડા – લોકોને શિક્ષીત કરવામાં પોતાનું આખુ જીવન સેવા માં સમર્પિત કરનાર ફાધર બેરેચી નું નિધન.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/12/2025 – ડેડીયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સેવાની ભેખ જગાવનાર ફાધર બેરેચી ના સ્પેન માં નિધન થતા સમગ્ર જિલ્લાના સમાજમાં ખૂબ મોટા દુઃખની લાગણી અનુભવી

 

“પૂજય ફા. બેરેચી એસ. જે.નું જીવન ચરિત્ર” જન્મ:- પૂજ્ય ફા. બેરેચી એસ. જે.નો જન્મ: 20 ફેબ્રુઆરી, 1935ના રોજ, સ્પેન દેશના, લોયોલા પ્રાંતમાં, ફાર્મ હાઉસમાં થયો હતો. તેઓના કુટુંબમાં તેઓના પિતા ગુરુત્ઝ અને માતા મારિયાના ત્રણ સંતાનમાં મોટા બેન સ્ટેનિસ, ફા. બેરેચી એસ. જે. અને નાના બેન આના મારિયા હતા.

અભ્યાસ:- નાની ઉંમરમાં જ તેઓ દૂરાંગો હોસ્ટેલમાં અભ્યાસ માટે ગયા. ત્યાર પછી આગળના અભ્યાસ માટે ઝાવિયર પ્રાંતમાં ગયા ત્યાં તેઓને ખુબજ મુશ્કેલીઓના સામનો કરવો પડ્યો. કારણકે તે સમય દરમ્યાન તેઓ કટોકટીનો સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેઓના અભ્યાસ માટે મદદ કરી હતી. કટોકટીનો સમય હોવા છતાં તેઓ ત્યાં ખુબજ ખુશ હતા અને નિર્ણયમાં દ્રઢ હતા. તેઓ નાના હતા ત્યારથી જ ધાર્મિક અને તેઓમાં મદદની ભાવનાઓ હતી.

ઈસુ સંઘીય મંડળમાં જોડાયાની વિગત:-

તા.14મી સપ્ટેમ્બર, 1952માં સ્પેન દેશ, લોયેલા પ્રોવાઇન્સના ઇસુ સંઘમાં જોડાયા. ત્યાં તેઓએ નવીસીએટ, જુનિયરેટ અને ફિલોસોફીનો અભ્યાસ પૂરો કર્યો. જ્યારે તેઓ નવીસીએટમાં હતા ત્યારે પોતાના માટે એક અદ્ભુત વાક્ય લખ્યું, “જ્ઞાની બનો, ઘણું કામ કરો, ઘણું કામ કરો પરંતુ હંમેશા ઇસુ ખ્રિસ્ત માટે કરો.” ઇસ. 1960માં તેઓની ગુજરાત ઇસુ સંઘમાં સેવા માટે પસંદગી થઈ હોવાથી તેઓ ભારત આવવા બોટમાં રવાના થઈ ગયા, અને તા. 19 ડિસેમ્બર 1961માં ભારત, ગુજરાત પહોંચ્યા.

શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક ઉત્થાનના કાર્યોની સફર:-

આદિવાસી સમાજ માટે શૈક્ષણિક સંસ્થા અને સામાજિક ઉત્થાનના કાર્યો કરવાનું મુખ્ય ઉદેશ્ય એ હતો, અને પૂજ્ય ફા. બેરેચી એસ. જે. કહેતા હતા કે “ હું જ્યારે ડેડીયાપાડામાં આવ્યો ત્યારથીજ મારી પ્રેરણા એ હતી કે આદિવાસીઓને શિક્ષણ પૂરું પાડવાનું કેમ કે, એવી વ્યક્તિ હતી કે જેણે મારો અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો, જેને હું ક્યારેય મળ્યો નથી.” તેઓના આ પ્રેરણાથી તેમનું ઉદેશ્ય શૈક્ષણિક સંસ્થા થકી આદિવાસીઓને શિક્ષણ પૂરું પાડવું તથા શોષણ અટકાવવાનું હતું. ખરા અર્થમાં એ થયું પણ ખરું….. જે નીચે મુજબ તબક્કા વાર શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાઓ કરી આદિવાસીઓને શિક્ષણ પૂરું પાડ્યું.

શરૂઆતમાં ડેડીયાપાડા ખાતે આદિવાસી બાળકો માટે છાત્રાલય શરૂ કરી

ડેડીયાપાડામાં પ્રાથમિક શાળાની શરૂઆત કરી

કેનેડાના દાતાઓની મદદથી શાળાનું મકાન બન્યું અને વર્ષ 1985માં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલ્દાની શરૂઆત કરી. ત્યાર બાદ ગુજરાત સરકારની મદદથી નાની સિંગલોટી, રેલ્વા અને બોગજ ખાતે આશ્રમ શાળાઑ ચાલુ કરી હતી. લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અમુલ ડેરીના સ્થાપક સ્વ. ડો. વર્ગિસ કુરિયનની સલાહ સુચનથી દૂધાળા પશુઓની યોજના ચાલુ કરી તથા દૂધનો સારો ભાવ મળે તે માટે ધી ડેડીયાપાડા દૂધ મંડળીની શરૂઆત કરી, અનાજ યોજના થકી ડેડીયાપાડાના આદિવાસી લોકોને પોતાના ખેતરમાં પાળ બનાવી લોકોને વળતર પેટે અનાજ અને તેલ આપી ગરીબી દૂર કરવાનો પ્રયાસ કર્યો. ઇંગ્લિસ મીડિયમ સ્કૂલ: આદિવાસી લોકોને ઉચ્ચા હોદ્દાઓ પર પહોચડવા માટે તેઓએ વર્ષ જૂન, 2013માં ડેડીયાપાડા ખાતે ઇંગ્લિસ મીડિયમ કે. જી. સ્કૂલ ચાલુ કરી અને જૂન, 2015માં સરકારની મંજૂરીથી ધોરણ – ૧ ની શરૂઆત કરી, તેઓની ઈચ્છા એવી હતી કે હું સ્વાગવાસ થાવ એ પહેલા ધોરણ – ૧૧ ચાલુ થઈ જવું જોઈએ અને ખરા અર્થમાં એ થયું પણ ખરું…. જીવનની અંતિમ સફર:- તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે, લોયોલા, સ્પેન ખાતેથી સ્વર્ગવાસી થયા છે.

Back to top button
error: Content is protected !!