નવસારી: રૂમલા ગામની વિધાર્થિની પલક પટેલ આત્મહત્યા કેસમાં કોલેજ પ્રશાસન પર દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા પિતા મહેશભાઈની માંગ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂમલા ગામની વિદ્યાર્થીની પલક પટેલ પર કોલેજમાં ભણતર દરમ્યાન માનસિક ત્રાસ ગુજારી વારંવાર મહેણાં ટોણા મારી આત્મહત્યા કરવા મજબુર કરેલ હોવાનો પરિવારજનોનો સંગીન આક્ષેપ કરતી લેખિત અરજી ખેરગામ પોલીસ મથકમાં આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.બહેજ નહેરમા 14 ફેબ્રુઆરી દરમ્યાન મૃત હાલતમાં મળી આવેલ પલક નામની 19 વર્ષીય યુવતીના પરિવારજનોએ બોરલાઈ પીટીસી કોલેજના સંચાલકો, આચાર્ય અને ગૃહમાતા એ અશોકભાઈની દીકરી પલકને સતત માનસિક હેરાનગતિ કરતા હોવાના સંગીન આક્ષેપો સાથે પિતા મહેશભાઈ ખેરગામ પોલીસમાં અરજી કરી આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની માંગ કરતા રૂમલા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે મહેશભાઈ પટેલ જણાવ્યું હતું કે મારી દીકરી પલક શ્રીમતી સરસ્વતીબેન કનૈયાલાલ બોરલાઈવાલા મહિલા અધ્યાપન મંદિર,બોરલાઈ ખાતે પીટીસીનો અભ્યાસ કરતી હતી.આ દરમ્યાન એના પર સાથે ભણતી છોકરીઓ દ્વારા વારંવાર પ્રતાડના કરવામાં આવતી અને ભણવામાં વિદનો ઉત્પન્ન કરવામાં આવતા હતા.આથી પરેશાન થઈને તે પિતા મહેશભાઈને ફોન કરી જણાવેલ કે મને હોસ્ટેલમાંથી પાછી પરત લઇ જવા અથવા કોલેજમાં પોતાનો રૂમ બદલાવી આપવા આચાર્ય
મેડમ ને ફોન કરવા કહ્યું હતું. તેથી મેં આચાર્ય મેડમને ફોન કરીને રૂમ બદલી આપવા વિનંતી કરેલ કરી હતી ત્યારે મેડમ એ રૂમ બદલવાની હા પાડી હતી ઘણા દિવસો વીતવા છતાં રૂમ બદલી આપેલ નહીં.આથી મારી દીકરી ઘરે આવેલી ત્યારથી ઉદાસ રહેતી હતી અને એક ની એક વાત જણાવતી આવેલ કે મારે હવે કોલેજ નથી જવુ,મને ત્યાં નથી ગમતું,મને ત્યાં ખુબ જ હેરાનગતિ થાય છે.પલકને એના મંગેતર ઝીનલ પટેલ સાથે 12/2/26 ના રોજ કોલેજ મોકલેલ.પરંતુ પલક કોલેજના દરવાજા પર જ ઉભા રહી જઈ મારે કોલેજ જવુ જ નથી એવું રડીને જણાવતા પરત બોલાવી લીધેલ.સતત માનસિક હેરાનગતિથી ત્રસ્ત પલક રાત્રે લગભગ 8-9 વાગેની વચ્ચે કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને બીજા દિવસે અમારી દીકરી પલક મૃત હાલતમાં મળી આવેલ મારી બેનની દીકરી અંજલિ જે પલક સાથે ભણતી હતી તેણે રડતા રડતા અમારી સમક્ષ ખુલાસો કરેલ કે મામાં પલકદીદીને હોસ્ટેલ અને કોલેજમાં આચાર્ય અને ગૃહમાતા દ્વારા વલસાડ કોલેજમા અધૂરો કોર્સ કરી રાજીનામુ મૂકી દીધેલ હોવા બાબતે અન્ય વિદ્યાર્થીનીઓની સામે સતત મહેણાં ટોણા મારી ખુબ પરેશાન કરવામાં આવેલ.જાહેરમાં તમામ વિદ્યાર્થીઓની હાજરી અપમાનિત કરવામાં આવતા એને ખુબ માઠું લાગી આવેલ અને ત્યારથી ખુબ ઉદાસ રહેવા લાગેલ. અંજલિએ એ પણ જણાવેલ છે કે પલકદીદીના મૃત્યુના સમાચાર આપવા અંજલીને બોલાવીને હોસ્ટેલ ગૃહ્માતાએ જણાવેલ કે તારી પલકદીદી આવી જ રીતે વલસાડની હોસ્ટેલમાંથી ભાગી ગયેલ હતી અને હવે આવું પગલું ભરી બેઠી એમ કરીને મૃત્યુનો પણ મલાજો જાળવ્યા વગર મૃત પલક વિશે અપમાનજનક વાક્યો ઉચ્ચારેલ.આમ મારી દીકરી પલક કુદરતી મોતે મરેલ નથી,પરંતુ કોલેજ પ્રશાશન દ્વારા સતત હેરાનગતિથી આત્મહત્યા કરેલ છે.
આ બાબતે રૂમલાના સામાજિક આગેવાન વિજય કટારકરે આ બાબતે તાત્કાલિક અને તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે.





