
માંગરોળ વિસ્તારની જનતાને ગોલ્ડ લોન સહેલાઈથી મળે એ હેતુથી આજે માંગરોળમાં ફેડ બેંકનું પ્રારંભ થયો છે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ આ ફેડ બેન્ક નું ઉદ્ઘાટન કરેલ છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપલીયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલ મિયાં સૈયદ, નગરપાલિકાના સભ્ય ભગીરથસિંહ ચુડાસમા, ગોરજના સરપંચ વિજયસિંહ ડોડીયા, બેંકના જોનલ હેડ નિખિલ સોનારા, એરીયા મેનેજર હિરેન વ્યાસ, બ્રાન્ચ મેનેજર કનકસિંહએ સિસોદિયા સહિતના આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા બેંકના સ્ટાફ મોહીન ખાન બેલીમ, રાજેશ કેશવાલા, બંસી ડોડીયા સહિતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ફેડ બેંકના મેનેજર કનકસિંહ સિસોદિયાએ તમામ નો આભાર માન્યો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




