વિજાપુર બસ ડેપો માંથી પાલિકાએ બનાવેલ ભૂગર્ભ ગટરનુ ગંદુપાણી ઉભરાઈ ને કોર્ટ ના દરવાજા ના કેમ્પસ સુધી આવતા વકીલો રોષે ભરાયા
વકીલો દ્વારા ચીફ ઓફિસર અને ડેપો મેનેજર ઉપર ફરીયાદ ની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસ ડેપો માંથી પાલિકા એ બનાવેલ ગટર નુ ગંદુ પાણી ઉભરાઈ ને કોર્ટ ના દરવાજા ના કેમ્પસ સુધી રેલાઈ આવતા વકીલ મંડળ ગંદકી ને કારણે રોષે ભરાયા હતા. આ બાબતે અગાઉ નામદાર સિવિલ જજ દ્વારા એસ.ટી ડેપો મેનેજરને લેખિતમાં સૂચના આપવામાં આવેલ જે સંદર્ભમાં બાર એસોસિએશનના વકીલો દ્વારા નામદાર એસ એસ અજમેરી સમક્ષ ગંદા પાણીના નિકાલ બાબતે અરજી કરવામાં આવેલી હતી. જે બાબતે નામદાર કોર્ટે ડેપો મેનેજર તથા પાલિકાના વહીવટી અધિકારીઓને બોલાવ્યા હતા. અને ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.બંને અધિકારીઓએ પ્રશ્ન નો નિકાલ કાયમી ધોરણે લાવવા સમય માંગ્યો હતો. પરંતુ આપેલ સમય સુધીમાં પણ પાલિકા કે ડેપો મેનેજર દ્વારા નિકાલ કરવા માં નહિ આવતાફરી કોર્ટ ના અવર જવર ના મુખ્ય દરવાજા આગળ છેલ્લા બે મહિના થી ગંદુ પાણી એકઠું થવા ના કારણે મચ્છરો નો પણ ઉપદ્રવ વધ્યો છે.કોર્ટમાં વકીલો અસીલો ની અવર જવર વધુ હોય છે. કોર્ટ માં જવા એકઠા થયેલા ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. વકીલો મંડળે પણ અગાઉ ચીફ ઓફિસર અને ડેપો મેનેજર બંને અધિકારીઓ ને રજૂઆત કરી હતી. ફક્ત દિલાસો આપ્યો પરંતુ પ્રશ્ન નો નિકાલ હજુ કરાયો નથી. જેથી વકીલ મંડળ ના પ્રમુખ કૃણાલ ભાઈ પી બારોટે જણાવ્યું હતુ કે છેલ્લા બે મહિના થી કોર્ટ ના દરવાજા આગળ ડેપો માંથી પાલિકા એ બનાવેલ ભૂગર્ભ ગટર માંથી ડેપો માંથી ગટર માં છોડવા માં આવેલું મળ મૂત્ર નુ ગંદુ પાણી ઉભરાઈ ને રેલાતું કોર્ટ ના ઝાંપા થઈ કેમ્પસ સુધી આવે છે. જેના કારણે ગંદકી ની તીવ્ર વાસ વકીલો ની બનાવેલ શેડ સુધી આવે છે. વકીલોએ બોલાવેલા અસીલોને પણ તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો બાદ પણ પાલિકા કે એસટી વિભાગ દ્વારા નિકાલ કરતો નથી. પ્રશ્ન નો જો બે દિવસ માં નિકાલ કરવા માં નહી આવે તો મંડળ ના પ્રમુખ દ્વારા ફરીયાદ નોંધાવવા ની ચીમકી ઉચ્ચારી હતી.





