જેઠના અતિશય ત્રાસથી કંટાળીને મહિલાએ 181 અભયમ પર કોલ કરતા અભયમ ટીમ મદદે આવી
તારીખ ૨૧/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલકાનાં એક ગામ માંથી એક મહિલાનો કૉલ આવેલ અને જણાવેલ કે મારા જેઠ મારકુટ કરી,અપ શબ્દો બોલે અને તમને પકડી ને તેના વસ્ત્રો ફાડી આપ્યા છે તેમજ મારા પતિને પણ મારપીટ કરી છે અને સરકારી હેન્ડપંપ નું પાણી ભરવા દેતા નથી તેમ.હાલોલ ૧૮૧ અભયમ માં કૉલ આવતાની સાથે ૧૮૧ ટીમ ઘટના સ્થળે જવા નીકળી ગઈ હતી.ત્યારબાદ ૧૮૧ અભયમના કાઉન્સેલર ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચી ટીમના કાઉન્સેલર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પીડિતા બહેન નું કાઉન્સિલ કર્યુ.પીડિતા બહેન દ્વારા જાણવા મળ્યું કે તેમના જેઠ તેમને મારકુટ કરેછે.અને તે નશામા આવી બે દિવસ માં જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. સરકારી હેન્ડ પંપ નું પાણી ભરવા દેતા નથી તેમના પતિ બહાર ગામ રહે છે.અને તે દિવાળી મનાવવા ઘરે આવેલ હતા પીડિતા બહેન તેના નાના બાળકો સાથે એકલા રહે છે તેથી અવાર નવાર હેરાન કરે છે.પીડિતા બહેન પાણી ભરવા આવે ત્યારે તેના જેઠ વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થઇને આવી મહિલાને તેમના ઘરમાં ધસેડી લઈ જઈ મારપીટ કરી હતી.અને મહિલાને બ્લાઉઝ,અને સાડી જેવા વસ્ત્રો ફાડી આપેલ. તેના જેઠ આમ નશામાં આવી રોજ હેરાન કરે છે.પીડિતાને નાના બાળકો પણ છે તે ડરી ગયેલ અને ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ તેમના જેઠ સાથે વાતચિત કરતા તે થોડા નશામાં છે તેમ જણાતું હતું અને અહિયા રહેવા નહિ દઉ તેમ કહી ઘરમાં બધાને દબાણમાં રાખે છે.મહિલા ના જેઠ સાથે વાતચિત કરતા તે મહિલાને હજી પણ જોઈ લઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલી ત્યાંથી ભાગી ગયેલ.પછી મહિલાના સાસરી પક્ષ સાથે વાતચિત કરી સમજાવેલ તેઓ આગળ પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.પછી મહિલાને કાયદાકિય જાણકારી આપી મહિલાના જેઠ રોજ ખુબજ નશો કરી હેરાન કરે અને આજે તેમને સરકારી હેન્ડપંપે પાણી ભરવા આવેલ ત્યાંરે અપશબ્દો બોલતા બોલતા આવી ઝઘડો કાર્યો હતો તેમાં વસ્ત્રો ફાડી આપેલ.તે દરમિયાન મહિલાએ બુમા બૂમ પાડતા આજુ બાજુના બહેનોએ બચાવ્યા હતા.૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર એમ.વી.રાઠવા દ્વારા ગભરાયેલ મહિલાને શાંત કર્યા પછી કાઉન્સિલીંગ કરી મહિલાને આત્મ વિશ્વાસ આપેલ.પીડિતા બહેન ને કાયદાકીય જાણકારી આપી પછી આગની પોલીસ કાર્યવાહિ માટે સલાહ માર્ગદર્શન આપેલ.પરંતુ તેને આગળની પોલીસ કાર્યવાહી ગઇ કાલે પણ કરી હતી. માટે હાલ સાસરી મા સાસુ- સસરા જવાબદારી લીધી છે દિકરાને સમજવી લેવા અને વહુ ને હેરાનગતી નહિ થાય તેઓની પૂરી જવાબદારી લીધી હતી ત્યારે જણાવેલ કે હવે પછી બીજી વાર તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતી નહિ થશે તેની બાહેધરી આપી હતી.તેથી તેઓને અસરકારક સમજાવી સમસ્યાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.