GUJARATPANCHMAHALSHEHERA

ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડાઇઝ ખાતરો સાથે અન્ય ખાતરો ન આપવા કરાયો અનુરોધ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

સંયુક્ત ખેતી નિયામક (વિ.) વડોદરા દ્વારા વડોદરા વિભાગ હેઠળના જિલ્લાઓ વડોદરા,છોટાઉદેપુર, ભરુચ,નર્મદા,પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં ખરીફ-૨૪માં થયેલ પાક વાવેતર તથા ખેડુતોની માંગને પહોચી વળવા સબસીડાઇઝ ખાતરોમાં ખાસ કરીને નિમ કોટેડ યુરીયા ખેડુતોને પુરતા પ્રમાણમાં અંતરીયાળ ગામોમાં ખેડુતોને નિયત ભાવે મળી રેહે તે માટે તથા ખાસ કરીને ખેડુતોની ખેતરની જમીનની ફળદ્રુપતા જળવાય રહે તે હેતુથી યુરીયા ખાતર સાથે સેન્દ્રીય ખાતર,ફોસ્ફરસ/પોટાસ યુક્ત ખાતરો, સુક્ષ્મ તત્વ ખાતરો ઉત્પાદક કંપની યુરીયા ખાતર સાથે આપતી હોય છે.

 

જે અંગે આર્થિક બોજ ખેડુતો તથા ખાતર વિક્રેતાઓને વધતો હોવાની આવેલ રજુઆતોને ધ્યાને લઇ આજ રોજ તારીખ-૨૩/૦૮/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તમામ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનિધી, ગુજરાત એગ્રોના પ્રતિનિધી,ગુજકોમાસોલના પ્રતિનીધી તથા તમામ નાયબ ખેતી નિયામક(વિ.) સાથે વીડીયો કોંફરન્સ ના માધયમથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા વડોદરા વિભાગ હેઠળના તમામ જિલ્લાઓમાં સબસીડાઇઝ યુરીયા તથા ડીએપી ખાતર પુરતા પ્રમાણમાં ખેડુતોને સમયસર મળી રહે તેવુ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનીધીઓ સાથે આયોજન કરવામાં આવ્યુ. તથા સબસીડાઇઝ યુરીયા તથા ડીએપી ખાતર સાથે અન્ય ખાતરો ન આપવાનો (ટેગીંગ ન કરવા) ખાતર ઉત્પાદક કંપનીઓને અનુરોધ કરવામાં આવ્યો જેમા તમામ ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધીઓએ જરુરી સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમ એક યાદીમાં જણાવ્યું છે.

***

Back to top button
error: Content is protected !!