GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનની મૂલાકાત લઈ પચાસ વધુ વિદેશી યોગ સાધકો પ્રભાવિત થયા.

 

તારીખ ૦૭/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના મલાવ ખાતે કૃપાલુ સમાધિ મંદિર આવેલુ છે. આ મંદિરની મૂલાકાતે વિદેશી યોગ સાધકો આવ્યા હતા.તેમને કાલોલ પોલીસ સ્ટેશનની મૂલાકાત લઈ પ્રભાવિત થયા હતા જ્યાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ સહિત પોલીસ સ્ટાફે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. જ્યાં પોલીસ વિભાગની કામગીરી પણ નિહાળી હતી.

કાલોલ તાલુકાના જાણિતા સુપ્રસિધ્ધ મલાવ સ્થિત કૃપાલુ સમાધિ મંદિર ખાતે વિશ્વ પ્રસિદ્ધ યોગ ગુરુ અમ્રિત દેસાઈ સાથે યોગ કેમ્પ માં ભાગ લેવા આવેલ હતા.વિદેશી યોગ સાધકો જેઓ જાપાન, અમેરિકા,યુ.કે.,ઓસ્ટ્રેલિયા, આઇલેન્ડ સહિત ના દેશો માંથી વિદેશી સાધકો આવ્યા હતા.ત્યારબાદ વિદેશી યોગ સાધકો એ કાલોલ પોલીસ ની મુલાકાત લીધી હતી.વિદેશી યોગ સાધકો કાલોલ પોલીસ સ્ટેશન ની મુલાકાત લઈ પોલીસ કામગીરીની માહિતી જાણી હતી.કાલોલ ના મલાવ કૃપાલું મંદિર ખાતે 50 થી વધુ સાધકો રોકાયા હતા.કાલોલ પોલીસ સ્ટેશનો સ્ટાફ સાથે રહીને તમામ વિદેશી યોગ સાધકોએ પોલીસ વિભાગની કામગીરી નિહાળી હતી અને સીનીયર પોલીસ ઇન્સ્પેકટર સાથે વાતચીત કરી ભારે ખુશી મહેસૂસ કરી હતી આ મુલાકાત દરમિયાન, પોલીસ સ્ટાફે વિદેશી યોગસાધકોને પોલીસ વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરી વિશે માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!