મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ(IAS)ની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગર પાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રીના સુપરવિજન હેઠળ (૧) જુનાગઢ શહેરના લંઘાવાડા ચોક,ચારપીઠ,જુનાગઢમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી સાજીદભાઈ જમાલભાઈ પડાયા તા.૨૮/૦૩/૨૦૨૫ બપોરે ૧૨:૧૯ કલાકે ઢોરને ખવડાવવા માટે ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે.અંદાજે ઉમર વર્ષ:૪૫ મો. ૯૬૬૪૭૩૫૧૨૬ રહે. નવા ઘાંચીવાડા,જુનાગઢ. (૨) જુનાગઢ શહેરના લંઘાવાડા ચોક, ચારપીઠ,જુનાગઢમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી ઈકબાલભાઈ જમાલભાઈ જમાતી તા.૨૮/૦૩/૨૦૨૫ બપોરે ૧૨:૨૮ કલાકે ઢોરને ખવડાવવા માટે ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે.અંદાજે ઉમર વર્ષ:૫૫ મો.૯૮૯૮૨૭૧૦૧૮ રહે.ચારપીઠ, જુનાગઢ.(૩)જુનાગઢ શહેરના શ્રીસૂર્યકાન્ત આચાર્ય માર્ગ,દાતાર રોડ,જુનાગઢમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી ભરતભાઈ કાનાભાઈ પરમાર તા.૨૮/૦૩/૨૦૨૫ બપોરે ૧૨:૪૫ કલાકે ઢોરને ખવડાવવા માટે પોતાની મોટરસાઈકલ એકટીવા ગાડીનં.GJ-11-AP-7975 માં ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે. અંદાજે ઉમર વર્ષ:૪૦ મો. ૮૪૬૯૨૩૬૯૮૨ રહે. દુબળી પ્લોટ,દાતાર રોડ,જુનાગઢ.આમ,આજ રોજ જાહેરમાં ઘાસ ચારો વેચતા ૩-ઇસમો દ્વારા જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી,જુનાગઢના જાહેરનામાંનો ભંગ કરેલ હોય ભારતીય નાગરિક સુરક્ષા ૨૦૨૩ની કલમ-૨૨૩ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ આ લેખિત ફરિયાદ રજીસ્ટરે લઈ ફોજદારી અને પોલીસ રાહે કાર્યવાહી કરવા માટે એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી.આમ,આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ