BHUJGUJARATKUTCH

ભુજની.આર.આર.લાલન કોલેજના જિઓલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય ફિલ્ડ વર્કનું આયોજન 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા-૨૬ ફેબ્રુઆરી : કચ્છવિસ્તાર ભારતના મહત્વપૂર્ણ સેડીમેન્ટ્રી ખડકોપૈકીનો એક છે, જ્યાં મેસોઝોઇકથી સેનોઝોઇકસમયગાળાના સમૃદ્ધ ખડકો, અશ્મિઓ અને સ્ટ્રકચરલ ફીચર્સસારી રીતે સંરક્ષિત છે. શ્રી આર. આર. લાલન કોલેજ, ભુજના દ્વિતીય અને તૃતીય વર્ષના જિઓલોજી વિભાગના વિદ્યાર્થીઓએ કચ્છ બેસિનના મેસોઝોઇક અને સેનોઝોઇકખડકોના અભ્યાસ માટે પાંચ દિવસીય ફિલ્ડવર્ક સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ ફિલ્ડવર્કનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રહી, પ્રાયોગિક અને ફિલ્ડઆધારિતઅભ્યાસનો અનુભવો આપવાનો હતો. જેથી તેઓ કચ્છના ભૂસ્તરીય બંધારણને વિગતવાર સમજી શકે છે.ફિલ્ડવર્ક દરમિયાન વિદ્યાર્થીઓએ ફોલ્ટ (ભૂસ્ખલન રેખાઓ), ફોસિલ્સ (જીવાશ્મ), , સ્તરક્રમ (સ્ટ્રેટિગ્રાફી)ની ઓળખ અને વિશ્લેષણ કરવાનો હેન્ડ્સ-ઓન અનુભવ મેળવ્યો. મેસોઝોઇક યુગની રચનાઓમાંજુમારાફોરમેસન, જુરાનફોરમેસનઅનેભુજ ફોરમેસનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો અને આ ખડકો કઈ પ્રકારે ડીપોઝીટ થયા તેની જાણકારી જીવાશ્મોની મદદથી મેળળવામાં આવી હતી.

સેનોઝોઇકયુગનાખડકોની રચનાઓમાં માતાનોમઢફોરમેસન, નરેડી ફોરમેસન, હારુડી ફોરમેસનઅનેફુલરા ફોરમેસનનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓએ સ્ટ્રેટિગ્રાફી (સ્તરક્રમ) અને સમુદ્ર સ્તરના પરિવર્તન અંગે સમજ મેળવી.કચ્છ બેસિનની ટેક્ટોનિક રચનાને સમજવા માટે વિદ્યાર્થીઓએકચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, વિગોડી ફોલ્ટ અનેકઠરોડ હિલ ફોલ્ટજેવા મહત્વપૂર્ણ ફોલ્ટ ઝોનની મુલાકાત લીધી. સ્થળ પર ફોલ્ટ પ્લેન, સ્લિકનસાઇડ્સ અને ખસેડાયેલા સ્તરોના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓએ કચ્છ વિસ્તારની ભૂકંપીય અને ટેક્ટોનિક એકટીવીટીનું મહત્વ સમજ્યું.ખનન પ્રવૃત્તિઓને સમજવા માટે વિદ્યાર્થીઓએજી. એમ. ડી. સી. ઉમરસર લિગ્નાઈટ માયનસની મુલાકાત લીધી, જ્યાં લિગ્નાઇટ ખનનની પ્રક્રિયા, સંસાધનોના સંચાલન અને પ્રાદેશિક વિકાસમાં તેની ભૂમિકા અંગે માહિતી પ્રાપ્ત કરી.

કચ્છના પુરાતત્વ અને પ્રાચીન સંસ્કૃતિને સમજવા માટે વિશ્વપ્રસિદ્ધ હડપ્પાકાલીન સ્થળધોળાવીરાની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થીઓએ ભૂગર્ભીય પરિસ્થિતિ અને પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ વચ્ચેના સંબંધને સમજવાનો અવસર મેળવ્યો.આ ફિલ્ડવર્ક ડૉ. દર્શિત જે. પાડીયા, શ્રી બાબુલાલ વાગેલા અને મીત ઉગરેજયાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. શ્રી નારાયણ કોલેજ, તિરુવનંતપુરમ, કેરળના તૃતીય વર્ષના ૨૭વિદ્યાર્થીઓ અને ૨ અધ્યાપકો પણ આ ફિલ્ડવર્કમાંજોડાયા હતા. ફિલ્ડવર્કના અંતિમ દિવસે શ્રી નારાયણ કોલેજના વિદ્યાર્થીઓએ આર. આર. લાલન કોલેજના ભૂસ્તરશાસ્ત્ર વિભાગની શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓની પણ મુલાકાત લીધી, જે તેમના અભ્યાસ માટે પ્રેરણાદાયક સાબિત થઈ હતી. આ સંયુક્ત ફિલ્ડવર્કએ વિદ્યાર્થીઓને કચ્છ બેસિનના ખડકોની ઊંડાણપૂર્વક સમજ આપી અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપ્યું.આ પાંચ દિવસીય ફિલ્ડવર્ક વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને અનુભવી રહ્યો. આ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓએ કચ્છ બેસિનની સમસ્તભૂગર્ભીય રચના અને તેનો ઉપયોગ આધુનિક વિકાસ, સંસાધન વ્યવસ્થાપન તથા કુદરતી આપત્તિ મૂલ્યાંકનમાં કેવી રીતે થાય છે તે સમજી શક્યા.

Back to top button
error: Content is protected !!