GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા MGS હાઈસ્કુલ ખાતે પાંચ નવા શિક્ષણ સહાયકો ને હાજર કરવામાં આવ્યા.

તારીખ ૦૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીલ્લા શિક્ષણાધિકારી નો ભલામણ પત્ર લઈને આવનાર પાંચ નવા શિક્ષણ સહાયકોને હાજર કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં નવા શિક્ષણ સહાયકોને હાજર કરવામાં આવી રહ્યા છે ત્યારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સહ મંત્રી યોગેશકુમાર મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ આચાર્ય ડો કે પી પટેલ દ્વારા નવા શિક્ષણ સહાયકોને મો મીઠું કરાવી ફુલ આપી, કુમકુમ તિલક કરી શુભેરછાઓ આપી હાજર કરવામાં આવ્યા હતા.








