પુર્વ કચ્છના પાંચ પોલીસ અધિકારીઓ થયા સસ્પેન્ડ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ ,તા-૨૨ જુલાઈ : ગાંધીધામની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉનો કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયા હતા. ત્યારે હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગળપાદર જેલના અધિકારીઓ સહીત જેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. ગળપાદર જેલના ઇન્ચાર્જ અધિક્ષક, ઇન્ચાર્જ જેલર, જમાદાર તેમજ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાના પગલે પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં દારૂ પીધેલી હાલત 6 કેદીઓ મળી આવ્યા હતા. આ સિવાય દરોડા દરમ્યાન પોલીસને દારૂની બોટલો, મોબાઈલ ફોન અને બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર મળ્યા હતા. તમામ વસ્તુઓને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.




