BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુર ખાતે ગુજરાત 100 બતાલીયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ, નબીપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. પોતાના સ્ટાફ સાથે હાજર રહયા.
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત 100 બતાલિયન રેપીડ એક્શન ફોર્ષ ની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચના થી મહેતગર થઈ રહી છે. તે અંતર્ગત તેમની એક ટૂકડી રેપીડ એક્શન ફોર્ષના ડી.વાય.એસ.પી. શ્રી રાજેશ તિવારી ની દોરવણી હેઠળ ગત રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમણે આ દરમ્યાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે.પરમાર અને સ્ટાફ ને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી. આ દરમ્યાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો.