સુરેન્દ્રનગર મનપામાં બે નવા મિનિ ફાયર ટેન્ડર વાહનોનું ફ્લેગ-ઓફ તથા ફાયર ફાયટર્સને એફ.આર. સુટનું વિતરણ

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા અને આકસ્મિક ઘટનાઓ સામે વધુ અસરકારક તૈયારી માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદ્હસ્તે રૂ.૨ કરોડના ખર્ચે ખરીદાયેલા બે નવા મિનિ ફા યર ટેન્ડર વાહનોને લીલી ઝંડી આપીને ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાયર ફાયટર્સની વ્યક્તિગત સુરક્ષા માટે તમામ ફાયર ફાયટર કર્મચારીઓને એફ.આર. સુટ Fire Resistant Suit નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્ય દંડકએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “ફાયર ફાયટીંગ વાહનોમાં વધારો થવાથી નાગરિકોની સલામતી તથા સુરક્ષાની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે આ નવા વાહનો ખાસ કરીને ગલીઓ, રહેણાંક વિસ્તારો અને ઝડપી પહોંચવાની જરૂર પડતી જગ્યાઓમાં અત્યંત ઉપયોગી સાબિત થશે “સુરેન્દ્રનગર મહાનગર પાલિકા નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે આવા પગલાંથી શહેરમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે નાગરિકોની સુરક્ષા માટે કુલ સાત નવા ફાયર ફાયટીંગ વાહનોની ખરીદી કરવામાં આવી છે તે પૈકી બે મિનિ ફાયર ટેન્ડર વાહનો હાલમાં મહાનગર પાલિકાને પ્રાપ્ત થઈ ગયા છે જ્યારે આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અન્ય પાંચ વાહનોની ડિલિવરી મળી જવાની છે આ બે નવા મિનિ ફાયર ટેન્ડર વાહનોમાં ૨,૦૦૦ લિટર પાણીની ટાંકી, ૨ હોઝરીલ્સ, ૩ માળ સુધીની ઉંચાઈ પર પહોંચી શકે તેવું લેડર, સ્મોલ ગિયર્સ જેવા કે બ્રેકિંગ, કટિંગ અને આર.સી.સી. કટિંગની સુવિધા અને પોઝિટિવ પ્રેશર ફેનની સુવિધા ઉપલબ્ધ હશે.જેના કારણે મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમની કાર્યક્ષમતા અને સુવિધામાં નોંધપાત્ર વધારો થશે આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર કે. આર. ચૌહાણ, શહેરી ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, અગ્રણી જયભાઈ શાહ, નિરવભાઈ દવે સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





