સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. વી.જે. સુરેજા દ્વારા તેમની હોસ્પિટલ ખાતે આજરોજ ફૂડ બેંકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બાંટવા નગરપાલિકાની સેનીટેશન શાખામા કાર્યરત તમામ સફાઇ કામદારો તથા નગરપાલિકા કચેરીના તમામ ઓફિસ સ્ટાફને પાણીની બોટલ, બિસ્કીટ, નોટબુક, પેન તથા કાપડની થેલી વિગેરે વસ્તુઓનો સમાવેશ કરી કીટ વિતરણ કરવામા આવી હતી.આ પ્રસંગે જેવીનભાઇ સુરેજા, હોસ્પિટલના તમામ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી બી.પી.બોરખતરીયા, પ્રમુખશ્રી સુનિલભાઇ જેઠવાણી, સેનેટરી ઇન્સપેક્ટરશ્રી પ્રકાશભાઇ ડાકી, નિવ્રુત કર્મચારીશ્રી જગાભાઇ કોડીયાતર, તેમજ નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.ડો.વી.જે. સુરેજા દ્વારા સ્વચ્છતા હિ સેવા – ૨૦૨૫ કેમ્પેઇનમા સહભાગી થવા તથા ફૂડ બેંકની સરાહનીય કામગારી કરવા બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તથા પ્રમુખશ્રી દ્વારા ડો. વી. જે. સુરેજાને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ