શ્રદ્ધાસૂમન શ્રાદ્ધ નિમિતે સેદ્રાસણ પ્રાથમિક શાળા માં વિધાર્થીઓને ભોજન પીરસાયું
20 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રદ્ધાસૂમન શ્રાદ્ધ નિમિતે સેદ્રાસણ પ્રાથમિક શાળા માં વિધાર્થીઓને ભોજન પીરસાયું. જીવદયા ફાઉન્ડેશન દ્વારા હસ્તે ધનુબેન સુરેશભાઈ કેરાઈ યુકે.વીર બાઈ કેરાઈ અનેકાનજી કેરાઈ ના શ્રદ્ધાસૂમન શ્રાદ્ધ નિમિતે. પાલનપુર ૧૦. કિલોમીટર અંતરે આવેલ મુ.સેદ્રાસણ પો.કાણોદર તા. પાલનપુર જિ.બનાસકાંઠા માંસેદ્રાસણ પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પૂરી સબ્જી. દાળ ભાત. મોહનથાળ અને કેળા ભોજન પ્રસાદ પિરસાયુ હતું.શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદની આનંદ મળ્યા હતા. બાળકો આનંદિત૨ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા. આ સેવા કાર્યમાં પાલનપુરમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી ચેતનભાઇ દરજી, પરાગભાઈ સ્વામી. મુકેશભાઈ મહેતા. રાજુભાઈ પરમાર. દિનેશભાઈ શર્મા સાહેબ. અને પ્રિન્સિપાલ. મેનાબેન પરમાર. તેમ જસ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિતરહ્યા હતા તથા શાળાવતી ઠાકોરદાસખત્રી સહિત તમામ ટીમનો આભારવ્યક્ત કરાયો હતો. જીવદયાફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રીએજણાવ્યું હતું કે પાલનપુર માં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાંઅલગ અલગ સેવાઓ નાના બાળકોમાટે નાસ્તો અને ભોજન, સ્લીપર-ચપ્પલ, સ્કૂલ બુટ, સ્ટેશનરી સામાનનુંવિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત મંદ લોકોને કપડા અને મીઠાઈના પેકેટ દિવાળી સુધી સેવાચાલુ રહેશે.