GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ઓફિસમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ઓફિસમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ શુભ કોમ્પ્લેક્ષમાં વેપારી રાજેશભાઇ અઘારાની ઓફિસ નં. ૩૩૯ માં દરોડો પાડતા, ઓફિસમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૧૦ નંગ બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન ઓફીસ-માલીક વેપારી રાજેશભાઇ દલસુખભાઈ અઘારા હાજર મળી આવતા, પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પકડાયેલ આરોપી રાજેશભાઈની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો રાજુભાઇ કોળી રહે.લાલપરવાળો આપી ગયો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી કુલ કિ.રૂ.૧૩,૦૦૦/-નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.