GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

છેલ્લા ત્રણ વર્ષથી ઘુસર રોડ પરના મકાનોમાં ચોમાસામાં પાણી ભરાય છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત આ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ.!!

 

તારીખ ૨૬/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે મંગળવારના રોજ પડેલા વરસાદને લઈને ઘૂસર રોડ ઉપર આવેલા મકાનોમાં પાણી ફરી વરયા હતા ત્યારે આ સ્થાનિક રહીશોનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષ થી છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના આ પ્રશ્નનો નિકાલ લાવી શકી નથી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય ઈબ્રાહીમભાઈ જમાલે આ ગંભીર પ્રશ્નને તાલુકા સ્વાગતમાં કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમા આ પ્રશ્નને દિન ૧૫માં હલ કરવો તેવો આદેશ લાગતા વર્ગતા વહીવટી તંત્રને આપ્યો હતો તેવું પૂર્વ સભ્ય જણાવી રહ્યા છે ત્યારે આમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીનું વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા તંત્રએ આ ગંભીર સમસ્યા ઉપર કોઈ ધ્યાન આપ્યું નહિ ત્યારે આ ગંભીર સમસ્યાનો નિકાલ કરવામાં વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ખાડે ગયું હતું ત્યારે હવે આ પાણીનો કાયમી નિકાલ કરવા માટે નવી ગટર લાઈન કરવી પડે તોજ આ સમસ્યાનો હલ આવે તેમ છે તેવું સ્થાનીક રહીશો જણાવી રહ્યા છે અને આજ ઘૂસર રોડ ઉપર આજુ બાજુના ગામોમાં વલમપરી ઘૂસર ગામ ભૈરવની મુવાડી પરુના કાછીયાઘોડા જેવા ગામોના લોકોની અવર જવર તેમજ આ રોડ ઉપર થઈ આજ ગામના નાના ભૂલકાઓ વેજલપુર ગામે શાળામાં અભ્યાસ કરવામાં માટે આવતા હોય છે ત્યારે તેમને પણ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જેથી આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો તેમજ આજુ બાજુના ગામોના લોકો ઇશ્યી રહ્યા છે હવે જોવું રહ્યું કે લાગતું વર્ગતું વહીવટી તંત્ર આ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ અંત કેટલા દિવસોમાં લાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાઓ સર્જાય પછી વહીવટી તંત્ર દોટ મુકશે તેવું તો નથીને હવે જોવું રહ્યું કે સ્થાનિક રહીશોની વેદના કોણ સાંભળશે? અંતે આ ઘૂસર રોડ ઉપર જે પાણી ભરાય છે તે વિસ્તારમાં ગટર લાઈન ઝામ થયેલ હોય ત્યાં નવી ગટર લાઈન બનાવામાં આવે તો આ ગંભીર વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવે તેમ છે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે તેમ છતાં તે વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરવામાં સ્થાનિક પંચાયત રસ ધરાવતી નથી હવે જોવું રહ્યું કે હવે વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર આ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો અંત ક્યારે લાવશે.

 

Back to top button
error: Content is protected !!