GUJARATKESHOD

કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે બીજી વખત રાજુભાઈ પંડ્યા ની બિનહરીફ વરણી…

કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે બીજી વખત રાજુભાઈ પંડ્યા ની બિનહરીફ વરણી...

કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજુભાઈ પંડયા ની બીજી વખત આવનારા ત્રણ વર્ષ માટે બિનહરીફ કરવામાં આવી છે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના કાર્યાલય ખાતે બ્રહ્મ સોશ્યલ ફોરમ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના બહેનો ઉપરાંત ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે રાજુભાઈ પંડ્યા ની રાહબરી હેઠળ ગત ત્રણ વર્ષમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, બ્રહ્મ સોશ્યલ ફોરમ અને સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટી મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ ના સહિયારા સાથ સહકારથી સમુહલગ્ન સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ, બ્રહ્મ રાસોત્સવ, વિધાર્થી સન્માન સમારોહ નિવૃત્ત બ્રહ્મ કર્મચારીઓ નો વિદાય સમારોહ, સરકારી યોજનાઓ નો લાભ મેળવવા સેવા સેતુ કાર્યક્રમ, આધારકાર્ડ રેશનકાર્ડ લિંક કરવાનો કાર્યક્રમ ઉપરાંત અન્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ ને પોતાની કાર્ય પધ્ધતિ નો પરિચય કરાવ્યો હતો. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કેશોદ શહેરમાં ચોવીસ પેટા જ્ઞાતિના બારસો થી વધારે પરિવારો વસવાટ કરે છે ત્યારે સામાજિક ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરી સૌને સંગઠીત કરી એકતાનો સંદેશ આપ્યો હતો કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત વિવિધ કાર્યક્રમો નું ભવ્ય આયોજન કેશોદના વિવિધ જ્ઞાતિ સમાજ અને સામાજિક ધાર્મિક સંસ્થા ના આગેવાનો પદાધિકારીઓ ના આર્થિક સહયોગ સાથે સમસ્ત બ્રહ્મસમાજ ના સહયોગથી કરવામાં આવતું હોય સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ના કાર્યકાળ દરમ્યાન નવ જુદાં જુદાં યજમાનો ના સહયોગથી બ્રહ્મ ચોર્યાસી નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ની બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયત ના પ્રમુખ ભનાભાઈ ઓડેદરા સહિત સૌ સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!