GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના ઘર-વિહોણા પરિવારોને આવાસ યોજનાનો લાભ મેળવવા અનુરોધ
MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના ઘર-વિહોણા પરિવારોને આવાસ યોજનાનો લાભ મેળવવા અનુરોધ
સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત ઘર-વિહોણા લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ(AHP) તેમજ જે લોકો કાચું મકાન કે અર્ધ-કાચું મકાન અથવા પ્લોટ ધરાવે છે તેઓને પાકા આવાસના લાભમાટે બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટક અન્વયે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા વેબપોર્ટલ શરુ કરેલ છે. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના ઘર-વિહોણા પરિવારો કે જેઓ આવાસ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક છે તેઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગમાં રૂબરૂ સંપર્ક કરીને અથવા તો નીચે દર્શાવેલ વેબલીંક અથવા QR કોડ સ્કેન કરીને નિયમોનુંસારની પ્રક્રિયા મુજબ ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.