કાલોલમાં ફોરલેન બાયપાસ રોડનું સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ખાતમૂહુર્ત: ટ્રાફિક સમસ્યાનો મળશે ઉકેલ.

તારીખ ૧૫/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર ઔધોગિક એકમો અને ભારદારી વાહનોને પગલે વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રૂપિયા ૧૧૦ કરોડના ખર્ચે ફોરલેન ૬ કીમીના ફોરલેન બાયપાસ રોડનું પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે વિધિવત ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસકાર્યથી વિસ્તારના નાગરિકોને સુગમ વાહનવ્યવહાર, ટ્રાફિકમાં રાહત અને આર્થિક પ્રગતિને નવી દિશા મળશે. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવએ જણાવ્યું હતું કે, રૂપિયા ૧૧૦ કરોડની માતબર રકમ માન્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ફાડવામા આવી છે આ ફોરલેન બાયપાસ રોડના નિર્માણથી કાલોલ શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેવું સાંસદ દ્વારા જણાવાયું હતું જ્યાં આ પ્રસંગે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત કાલોલ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







