GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
દેવ દિવાળીના પાવન પર્વે કાલોલ દશા મોઢ વૈષ્ણવ સમાજ મહિલા મંડળની રચના.

તારીખ ૦૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દેવ દિવાળીના પવન પર્વે કાલોલ દશા મોઢ વૈષ્ણવ વણિક સમાજ મહિલા મંડળની વિધિવત રચના કરવામાં આવી હતી. સામાજીક વિકાસ અને સમાજ ઉત્થાનના કાર્યોમાં મહિલાઓ અગ્રેસર રહી પોતાનું પ્રભાવશાળી યોગદાન આપી શકે તે માટે જ્ઞાતિ વ્યસ્થાપન મંડળ અને શ્રી મોઢેશ્વરી માતંગી મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજની મહિલાઓને પ્રોત્સાહિત કરતો આ સુચારુ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેવદિવાળીના પવન પર્વે જ કાલોલ દશા મોઢ વૈષ્ણવ વણિક સમાજની મહિલાઓએ કુળદેવી માતાજીના મંદિર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગીનાબેન અતુલકુમાર શાહની આગેવાનીમાં મહા આરતી અને તે બાદ કામધેનુ ગૌ શાળા ખાતે ગૌ-ધનની વૈદિક મંત્રોચાર સાથે પૂજા વિધિ બાદ કાર્યરંભ કર્યો હતો.કાર્યક્રમ દરમ્યાન મોઢ વણિક જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા મંડળને શુભેરછાઓ પાઠવી હતી.






