ARAVALLIBAYADGUJARAT

બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકી નું નિધન

કિરીટ પટેલ બાયડ

બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું ૮૦ વર્ષની વયે તેમના વતન અમોદરા ખાતે નિધન થયું છે પોતાની સાદી જીવનશૈલી અને મળતાવળા સ્વભાવના લીધે તેઓ બહુ જ લોકપ્રિય નેતા હતા પોતાના જીવનકાળ દરમિયાન પોતાનું કામ જાતે કરવાના આગ્રહી રહ્યા હતા
તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ સાત વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા 1980 1985 તેમજ 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા તેમની લોકપ્રિયતા એટલી જબરજસ્ત હતી કે 1995માં કોંગ્રેસે ટિકિટ ના આપતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને જંગી બહુમતીથી વિજયી થયા હતા છેલ્લા ઘણા સમયથી વયોવૃદ્ધ હોવાને લીધે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી

Back to top button
error: Content is protected !!