CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા હડદડ મુદ્દે સરકારી કાર્યક્રમની બહિષ્કારની ચીમકી આપનાર પુર્વ ધારાસભ્યને નજર કેદ કર્યાં.

તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બોટાદના હડદડ ગામે થયેલી ઘટના બાદ કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં આવી છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઋત્વિજ મકવાણાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને કૃષિ મહોત્સવના બહિષ્કારની અપીલ કરી છે પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે તેમના પર લાઠીચાર્જ કરવો તે અત્યંત અયોગ્ય છે ઘટનાને વખોડીને પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા પૂર્વ ધારાસભ્યએ તમામ ખેડૂતોને સરકાર દ્વારા આયોજિત આગામી કૃષિ મહોત્સવમાં ભાગ ન લેવા માટે અપીલ કરી છે ખેડૂતોને એકજૂથ થઈને આંદોલનને મજબૂત કરવા હાકલ કરી હતી જેથી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે કોંગ્રેસ પક્ષ પણ આ ખેડૂત આંદોલનમાં જોડાશે અને ખેડૂતોના હિત માટે લડશે તેમ જણાવ્યું હતું કૃષિ મહોત્સવમાં ભાગ ન લેવા ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી બોટાદના હડદડ ગામે ખેડૂતોને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી સરકારી કાર્યક્રમનો બહિષ્કાર મુદ્દે ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નજર કેદ કરવામાં આવ્યા હતા ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ અને ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ બાબતે નિર્દોષ ખેડૂતોને છોડી દેવા તેમજ તેની યોગ્ય તપાસ કરવા નિવેદન આપ્યું હતું તેમાં સરકારી કાર્યક્રમનો ખેડૂતોએ બહિષ્કાર કરવો જોઈએ તે બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ કરવામાં આવ્યા હતા બોટાદમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની ઘટના બાબતે કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં આવી હતી તેમાં ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા સરકારી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી સવાલ ઊઠાવ્યા હતા તેમાં તંત્ર દ્વારા કૃષિ મહોત્સવમાં ખેડૂતોને ભાગ ન લેવા તેમજ આંદોલનને મજબૂત કરવા જણાવ્યું હતું તેમાં સવારથી જ ઋત્વિક મકવાણાને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં નજર કેદ રાખવામાં આવ્યા હતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના સમર્થકોને જાણ થતા તેઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.

Back to top button
error: Content is protected !!